Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

આણંદ નજીક ટુર પ્રોગ્રામનું આયોજન કરાવી બુકિંગના બહાને 7.55 લાખની ઠગાઈ આચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ: નજીક આવેલા વિદ્યાનગરમાં ટુર પોગ્રામનું આયોજન કરાવી આપતી એક ટ્રાવેલ્સ કંપનીને જયપુર અને ચંદીગઢની ટ્રાવેલ્સ કંપની અને તેના મેનેજરોએ ભેગા મળીને ૧૮૦ વ્યક્તિઓ માટે હોટલ તેમજ એર બુકીંગના કુલ ૭.૫૫ લાખ રૂપિયા લઈને વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતા આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગરના મોટા બજારમાં ભારત ટ્રાવેલ્સના નામે ધંધો કરતા ફરિયાદી ઈદ્રીશભાઈ ઉર્ફે સોનુભાઈ ઈસ્માઈલભાઈ વ્હોરા છેલ્લા એક વર્ષથી જયપુરની ઓયો પ્રા. લી. કંપનીના સંપર્કમા આવ્યા હતા અને તેમના થકી ઘણી હોટલ બુકીંગ તેમજ પ્રવાસોનુ આયોજન કર્યું હતુ. ઈદ્રીશભાઈને મે માસમાં ૧૮૦ વ્યક્તિઓને ગોવા બાય એર મોકલવાનો કોન્ટ્રાક્ટ મળતાં તેમણે ઓયો પ્રા. લી. કંપની જયપુરનો સંપર્ક સાધ્યો હતો. જેથી તેમણે ટ્રાવેલો બોટ સર્વિસ કંપની ચંદીગઢના માલિક મોહતનો સંપર્ક કરાવીન ેહોટલ બુકીંગ માટે ૫૦ હજાર તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ વ્યક્તિદીઠ એર ટિકિટ બુકીંગના ૧૦૬૮૫ રૂપિયા થશે તમ જણાવ્યું હતુ. જેથી બે તબક્કે પહેલા બે લાખ અને ત્યારબાદ ૫.૦૫ લાખ જમા કરાવ્યા હતા. 
ત્યારબાદ સનસીટી રીસોર્ટ હોટલના બુકીંગના વાઉચર બનાવીને મોકલી આપ્યા હતા. જો કે ત્યારબાદ વધુ પૈસાની માંગણી કરાઈ હતી જેને લઈને ઈદ્રીશભાઈ દ્વારા તપાસ કરવામાં આવતાં સનસીટી રીસોર્ટમાં આવું કોઈ બુકીંગ નહી થયાનું ખુલવા પામ્યું હતુ .જેથી ઈદ્રીશભાઈએ તમામ બુકીંગ કેન્સલ કરાવી તેઓ દ્વારા આપવામાં આવેલો યશ બેંકનો ચેક ખાતામાં ભરતા તે પરત ફર્યો હતો જેથી પોતાના પૈસાની પરત માંગણી કરતા તમામે હાથ અદ્ઘર કરી દીધા હતા. જેથી આજે ઈદ્રીશભાઈ વિદ્યાનગર પોલીસ મથકે આવ્યા હતા અને ઓયો પ્રા. લી. કંપની, જયપુર, મેનજર શુભમ શર્મા, ટ્રાવેલો બોટ સર્વિસ કંપની, ચંદીગઢના માલિક મોહિત અને મેનેજર હિરેનદીપ વઢવા વિરૂધ્ધ ફરિયાદ આપી હતી.

(5:17 pm IST)