Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

યતિન ઓઝા પંદરમી વખત હાઇકોર્ટ એડવોકેટ્સ એશો.ના પ્રમુખ બન્યા

રાજકોટ તા.૬: ગુજરાત હાઇકોર્ટના વકીલોના પ્રતિષ્ઠિત સંગઠન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ તરીકે ભુતપૂર્વ ધારાસભ્ય અને જાણીતા એડવોકેટ શ્રી યતિન ઓઝા (મો. ૯૮૨૫૦ ૦૫૨૫૬) ચૂંટાઇ આવ્યા છે. તેઓ આ સંગઠનમાં ૧૫ મી વખત મુખ્ય સુકાની બન્યા છે. દેશના કોઇ રાજયના હાઇકોર્ટ એડવોકેટ્સ એશો.માં એક જ વ્યકિત ૧૫ વખત પ્રમુખ બને તેવી આ પ્રથમ ઘટના છે.

(3:49 pm IST)