Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

હવે વરસાદ તૂટી પડે તો નવાઇ નહિ ! હવામાન ખાતુ કહે છે રવિવાર સુધી ભારે વરસાદ નહિ

વોટસઅપ ફરે છે 'હવામાન ખાતાને કહો આગાહી બંધ કરે, વરસાદને આવવા દયે'

રાજકોટ, તા., ૬: ગુજરાતમાં ગયા મહિનાથી ચોમાસાનો સમયગાળો શરૂ થઇ ગયો હોવા છતા મોટા ભાગના વિસ્તારો ધોધમાર વરસાદથી વંચીત છે. હવામાન ખાતાએ હજુ રવિવાર સુધી કયાંય ભારે વરસાદ નહિ થાય તેવો વર્તારો આપ્યો છે. નજીકના ભુતકાળમાં જ હવામાન ખાતાની આગાહી અનેક વખત અસત્ય કે અર્ધસત્ય સાબીત થઇ છે. હવે હવામાન ખાતાએ ૪ દિવસ વરસાદ નહિ પડવાની આગાહી કરી છે ત્યારે વરસાદ જરૂર આવશે તેવું ટીકાકારોનું કહેવું છે.  હવામાન ખાતાની આગાહ વૈજ્ઞાનીક વર્તારા આધારીત હોય છે. લોકો મજાકમાં આગાહી પર એવું બોલતા થઇ ગયા છે કે હવામાન ખાતાને કહો કે આગાહી બંધ કરે અને વરસાદ આવવા દયે.આવા મતલબના વોટસએપ પણ ફરી રહયા છે. હવામાન ખાતુ આગાહી કરે ત્યારે વરસાદ આવતો નથી હવે રવિવાર સુધી ગુજરાતમાં ભારે વરસાદ નહિ પડે તેવી આગાહી કરી છે એટલે વરસાદ આવશે એવી છાપ પડી છે.

(3:41 pm IST)