Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

વડોદરામાં જેકી શ્રોફ,જ્હોન અબ્રાહમ અને મોની રોય અભિનીત ફિલ્મ 'RAW 'નું શૂટિંગ

વડોદરામાં જેકી શ્રોફની આગામી ફિલ્મ ‘Romeo Akbar Walter (RAW)’નું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ શૂટ માટે ‘રોમિયો અકબર વોલ્ટર’ની આખી ટીમ વડોદરા આવી છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ અને મોની રોય અને જોહ્ન અબ્રાહમ સહિતના અભિનેતાઓ જોવા મળશે. જેકી શ્રોફને બે રૂપમાં જોઈ શકો છો. એક તો શૂટ બૂટ અને ટોપી પહેરીને સ્ટાઈલિશ ડૉનના લૂકમાં જેકી દેખાઈ રહ્યા છે તો એક બાજુ તેઓ સફેદ કૂરતામાં જોવા મળી રહ્યા છે.

(1:20 pm IST)