Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

હવામાન ખાતાની આગાહી

આજથી ગુજરાતમાં ચોમાસુ લેશે ૫ દિવસનો વિરામ

અમદાવાદ તા. ૬ : પાછલા થોડ દિવસથી દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ આજથી ચોમાસુ રાજયમાં ૫ દિવસ સુધી વિરામ લેશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આગામી ૫ દિવસ સુધી રાજયમાં કયાંય છુટોછવાયો વરસાદ પડી શકે છે પણ ચોમાસુ નાનાકડા બ્રેક બાદ ફરી ૧૦ જુલાઈથી સક્રિય થશે.

હવામાન ખાતાના ગુજરાત વિભાગના ડિરેકટર જયંત સરકારે જણાવ્યું કે, '૬ જુલાઈથી રાજયમાં પડતો વરસાદ ઘટશે આ દરમિયાન વરસાદ લાવતી સીસ્ટમ નબળી રહેશે. જોકે આગામી ૧૦-૧૧ જુલાઈથી ફરી વરસાદી સીસ્ટમ રચાય અને વરસાદ પડી શકે છે.'

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જયારે પાકિસ્તાનના દક્ષિણ કાંઠા પર અપર એર સાઇકલોનિક સકર્યુલેશન સર્જાયું છે જેના કારણે દ.ગુજરાતથી લઈને કેરળ સુધી તેની અસર વર્તાઈ શકે છે. તેના કારણે ઉત્ત્।ર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા છે.(૨૧.૮)

(11:53 am IST)