Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કોંગ્રેસના સોશ્યલ મીડીયાના ઝોનલ ઈન્ચાર્જની વરણી

રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ઝોનમાં રજત સંઘવી

રાજકોટ, તા. ૬ :. લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટેની તડામાર તૈયારીમાં કોંગ્રેસ લાગી ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશના કોર્ડીનેટર હેમાંગ રાવલે કોંગ્રેસના જીલ્લાવાર ઝોન ઈન્ચાર્જ, કો-ઈન્ચાર્જની નિમણૂકો કરવામાં આવી છે.

ઝોન ઈન્ચાર્જ, કો-ઈન્ચાર્જ દ્વારા સોશ્યલ મીડીયા ડીપાર્ટમેન્ટનું સંગઠન જીલ્લા સંગઠન, તાલુકા વિધાનસભા શહેર, વોર્ડ બુથ પ્રમાણે વિસ્તારીનો કોંગ્રેસ પક્ષની વિચારધારા જન - જન સુધી પહોંચાડવાની કામગીરી કરશે તેમ હેમાંગ રાવલે જણાવ્યુ છે.

સંકલિત જીલ્લા અને ઝોન ઈન્ચાર્જ/ કો-ઈન્ચાર્જ નીચે મુજબ છે.

અમદાવાદ, ખેડા, આણંદ ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ સરલ પટેલ, ધ્રુવ પંડિત, ઝફર શેખ રહેશે.

ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ અશ્વિનસિંહ ટાપરીયા, કુ. મુકિત જાદવ વરાયા છે.

મહેસાણા, બનાસકાંઠા, પાટણ ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ સાજીદ મકરાણી, પ્રણય રાવલ, કરણસિંહ પરમારની નિમણૂક કરાય છે.

ભરૂચ, નર્મદા, સુરત ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ કાલુભાઈ ચૌહાણ, કુ. કિંજલ પુરોહીતની નિમણૂક કરાય છે.

વડોદરા, છોટા ઉદેપુર ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ નિશાંત રાવલ, ધનરાજ વસાવા વરાયા છે.

પંચમહાલ, દાહોદ, મહીસાગર ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ લખન દરબાર, આશિષ કટારાની નિમણૂક કરાય છે.

રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ રજત સંઘવી, સંજય ગઢીયા વરાયા છે.

જૂનાગઢ, ગીર-સોમનાથ ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ મનોજ જોષી, મહેશ પાઉં રહેશે.

દ્વારકા, જામનગર, પોરબંદર ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ દશરથસિંહ ખંગારોત, શ્રીમતી તસ્નિમ બલોચની નિમણૂક થયેલ છે.

કચ્છ ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ વિક્રમસિંહ જાડેજા, શ્રીમતી માનસી સંઘવી શાહ વરાયા છે.

ભાવનગર, અમરેલી, બોટાદ ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ મિલન કુવાડીયા, શરદ મકવાણા, કુલદીપ ધાંધલ રહેશે.

તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઈન્ચાર્જ/કો-ઈન્ચાર્જ અભી શાહ, હિમાંશુ વશીની નિમણૂક કરાઈ છે.(૨-૩)

 

(11:53 am IST)