Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સુરતના બહુચર્ચિત ભજીયાવાલા પિતા-પુત્ર સામે ઇડીએ નોંધાવી ફરિયાદ :નોટબંધી વેળાએ કરોડોની નોટો બદલી હોવાનો આરોપ

કિશોર ભજિયાવાલા અને પુત્ર જિજ્ઞેશના કરોડોના તમામ વહીવટ સુરત પીપલ્સ બેંકમાં થયો હતો

 

સુરતમાં બુહચર્ચિત ભજિયાવાલા સામે ઇડીએ ફરિયાદ દાખલ કરી છે સુરતના ભજિયાવાળા પિતા પુત્ર કિશોર ભજીયાવાલા અને જિગ્નેશ ભજીયાવાલા વિરુદ્ધ ED કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે નોટબંધી વેળાએ કરોડોની નોટો બદલી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. સુરતના ભજિયાવાળા પિતા પુત્ર કિશોર ભજીયાવાલા અને જિગ્નેશ ભજીયાવાલા વિરુદ્ધ ફરિયાદમાં જણાવાયું કે તમામ વહીવટ સુરત પીપલ્સ બેંકમાં થયો હતો. ઇડીએ કિશોર ભજિયાવાલા અને પુત્ર જિજ્ઞેશ સામે ફરિયાદ દાખલ કરી છે.

   ઉધનાના ફાયનાન્સર કિશોર ભજીયાવાલાને ત્યાં નોટબંધી બાદ ઇન્કમટેક્સે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક હજાર કરોડના બેનામી વહીવટ સામે આવતા IT ટીમ પણ ચોંકી ગઇ હતી. કિશોર મંગલ ભજીયાવાલા શહેરની વિવિધ બેંકોમાં 15 ખાતાઓ ધરાવતો હતો. એક બેંકમાં રૂપિયા 1.50 કરોડની એફડી કરાવી હતી. લક્ઝરી કારના કાફલા અને શહેરમાં બે બંગલા ધરાવતા ફાઇનાન્સરની મિલકતો મોટી સંખ્યામાં છે. મોટા ભાગની મિલકત તેણે ભાડે આપી હતી. આશ્ચર્યની વાત તો છે કે, 31 વર્ષ પહેલા ફાઇનાન્સર કિશોર ઉધના ખાતે ચા અને ભજીયાની લારી ચલાવતો હતો. ધીમે ધીમે તે ફાઇનાન્સના ધંધામાં પ્રવેશ્યો હતો, અને તે કરોડોની મિલકતોનો માલિક બની ગયો હતો.
  ED
મનસુખ શાહ વિરૂદ્ધ પણ ફરિયાદ નોધાવી છે, સુમનદીપ મેડિકલ કોલેજના મનસુખ શાહ વિરૂદ્ધ PLMAના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી છે. મનસુખ શાહ પર મેડિકલ કોલેજમાં મોટા કૌભાંડ આચર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. મનસુખ શાહના સંબંધી દીપક શાહ સામે પણ ફરિયાદ નોંધાઇ છે.

(9:23 pm IST)