News of Friday, 6th July 2018

માત્ર લોકપ્રિયતા મેળવવા જનતા રેડ કરી : ક્યાંય દારૂ મળ્યો નથી : ગાંધીનગર એસપી

ગાંધીનગરઃ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. ત્રણેયે કહ્યું કે, અહીં દારૂ મળે છે. જો કે મામલે ગાંધીનગર એસપીએ ત્રણેય યુવા નેતા પર આરોપ લગાવ્યો કે રેડ ખોટી હતી. અલ્પેશ, હાર્દિક અને જિગ્નેશે માત્ર લોકપ્રિયતા મેળવવા માટે જનતા રેડ કરી હતી.

જનતા રેડ પર ગાંધીનગર એસપીએ કહ્યું કે, ગાંધીનગરમાં ક્યાંય દારૂ મળ્યો નથી. જે ઘરમાંથી દારૂ મળ્યો છે તે મહિલાએ કહ્યું કે, એક યુવક દારૂ મુકીને ગયો છે. એસપીએ કહ્યું કે, યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. યુવા નેતાઓએ માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે રેડ કરી હતી.

(12:35 am IST)
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : ખેરવા ગામમાં બનાવેલ ઓરડીમાંથી 17,52 લાખની જુદી-જુદી બ્રાન્ડની 4224 વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી ;ઓરડીનો મલિક અનિરુદ્ધસિંહ ઉર્ફે મોન્ટુ ઝાલા વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો access_time 12:07 am IST

  • રાજ્ય પર બનેલી વરસાદી સિસ્ટમ નબળી પડી:સિસ્ટમ નબળી પડતા અપેક્ષા મુજબ નહી વર્ષે વરસાદ:માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે મધ્યમથી ભારે વરસાદ access_time 11:21 pm IST

  • રાજ્યમાં મહિલા શિક્ષકો માટે સરકારનો મહત્વનો નિર્ણય: શિક્ષિકાઓ શાળામાં પહેરી શકશે પંજાબી ડ્રેસ: અધિકારીઓ અને પદાધિકારીઓને હેરાનગતિ બંધ કરવા આદેશ:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તક્ષેપથી લેવાયો નિર્ણય access_time 1:32 pm IST