Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

રાજપીપળાના વતની અને જાણીતા સંગીતકાર શિવરામ પરમારે મુંબઈ ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ મેસેજ આપ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નિવાસી અને મુંબઇ ખાતે રહેતા જાણીતા સંગીતકાર શિવરામ ભાઈ પરમારે આજે કોરોના વેકસીન લઈ લોકો મેસેજ આપતા જણાવ્યું કે કોઈ પણ જાતની અગવડ વિના રોજ હજારો લોકો માટે જે રીતે વેક્સિન નુ સંચાલન કરવામાં આવે છે એ જોઈ તેમણે સરકાર તેમજ આયોજકોનો આભાર માન્યો
સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે વેક્સિન લેતી વેળા દરેક વ્યકિતને જરૂરી માર્ગદર્શન તેમજ પૂરી જાણકારી આપાઈ છે,માટે ગભરાયા વિના ગામડાઓના લોકોની અંદર રહેલી શંકા તેમજ વેક્સિનને લઈને ખોટી ગેરસમજ દૂર કરી દરેકને વેક્સિન લેવા તેમણે અનુરોધ કરી પોતે સ્વસ્થ જીવન તેમજ દેશને સુરક્ષિત બનાવવા તરફ સૌ એ એક સાથે આ પગલું ભરવું જરૂરી છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી
લોકો વેક્સિનની જરૂરિયાતને સમજી વહેલિતકે વેક્સિન લેવા આગળ આવે અને આમાં આપણે આ મહામારી માંથી આપણાં દેશ તેમજ પોતાના પરિવાર ને સ્વસ્થ રાખીએ તેવો મેસેજ શિવરામભાઈ એ આપ્યો હતો.
સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોરોના મહામારીને નાબુદ કરવા માટે વેક્સિન લાવીને સફળતા મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આપ સૌ એ આ વેક્સિન થી ડરવું નહીં વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે
 આપણે વેક્સિન દ્વારા કોરોના ને નાબૂદ કરીશું અને આપણો પરિવાર, સમાજ અને દેશના દરેક નાગરિક સ્વસ્થ અને સુરક્ષિત રહે તેવા સરકારના પ્રયાસોને સ્વીકારીને દરેક વ્યક્તિ વેક્સિન લઈ સુરક્ષિત રહે જેથી આપણો સમાજ અને આપણા દેશને આ મહામારી માંથી ઝડપથી ઉગારી શકીએ તેવી આશા વ્યક્ત કરી છે.

(10:57 pm IST)