Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

દેડિયાપડા,સાગબારા બાદ રાજપીપળામાં પણ મેઘરાજાની પધરામણી થતા સર્વત્ર ઠંડક : મામુલી પવન ફૂંકાતા કલાકો લાઈટો બંધ થતાં પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં પણ ગત રાત્રીના અચાનક વાતવરણમાં પલટો આવ્યો જેમાં બે દિવસથી દેડિયાપડા,સાગબારા તાલુકામાં પડી રહેલા વરસાદ બાદ ગતરાત્રે રાજપીપળામાં પણ મેઘરાજા ની પધરામણી થતા કેટલાય મહિનાઓથી ગરમીમાં શેકાઈ રહેલા લોકો રાહત મેળવી હતી.

 

  છેલ્લા બે મહિના થી આકરી ગરમીના કારણે લોકો કંટાળી ચુક્યા હતા ત્યારે વીજ કંપનીની મહેરબાનીના કારણે રાજપીપળાના મોટા ભાગના વિસ્તાર માં લો વોલ્ટેજની ગંભીર સમસ્યાના કારણે ગરમીમાં પંખા સહિત ના ઇલેક્ટ્રિક ઉપકરણો પણ ધીમા ચાલતા હોય રાત્રે લોકો પૂરી ઊંઘ પણ મેળવી શકતા હતા ત્યાં અચાનક મેઘરાજા ની એન્ટ્રી થતા થોડીક રાહત થઈ હતી.જોકે મામુલી પવન માં પણ કલાકો વીજળી બંધ થતાં વીજ કંપની ની પ્રિ મોન્સૂન કામગીરી ની પોલ છતી થઈ હતી. જ્યારે ઠેર ઠેર વૃક્ષો ના ડાળખા પડવાના બનાવો પણ જોવા મળ્યા હતા.

(12:27 am IST)