Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

નર્મદા સહિતના મુદ્દે કચ્છમાં આંદોલનનું રણશીંગુ :યોગી દેવનાથબાપુએ સોશ્યલ મીડીયા દ્વારા આપ્યું અલ્ટીમેટમ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરુભાઈ યોગી દેવનાથબાપુ કચ્છની એકલધામ જાગીરના છે મહંત,પ્રખર વિચારક, ગૌ પ્રેમી યોગી દેવનાથબાપુનો અનુયાયી વર્ગ છે બહુ મોટો:સોશ્યલ મીડીયા દ્વારા યોગી દેવનાથ બાપુએ આપેલ અલ્ટીમેટમ વાંચો

કચ્છ જિલ્લાના પ્રશ્ર્નો અંગે થતા અન્યાય અનુસંધાને એ પ્રશ્ર્નો ન ઉકેલાય ત્યાં સુધી રાજ્ય સરકાર સામે અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન.

કામ કરવાની તીવ્ર રાજકીય ઈચ્છા શક્તિના અભાવે કચ્છ જિલ્લાના અનેક પ્રશ્ર્નો વરસોથી ટલ્લે ચડ્યા છે.અનેક લોકોએ વખતો વખતની રજૂઆતો કરવા છતાં હજૂ સુધી એ પ્રશ્ર્નો ઉકેલાયા નથી.

જેથી જાહેર જીવનમાં વ્યસ્ત રહેતા હોઈ અને ભગવા વસ્ત્ર ધારણ કર્યા હોઈ લોકોની અપેક્ષાઓ અને આશાઓ અમારા પ્રત્યે વધારે હોઈ અમારી પાસે અનેક રજૂઆતો આવતી હોઈ ના છુટકે લોકહીતમાં રાજ્ય સરકાર સામે નીચે મુજબ પ્રશ્ર્નો ના ઉકેલ માટે  તા.17/06/20 ની મુદત આપવામાં આવે છે.જો આ તારીખ સુધી આ પ્રશ્રોના સંતોષકારક સમાધાન નહીતો અચોક્કસ મુદતના આમરણાંત ઉપવાસ પર હું બેસીસ. જેની જવાબદારી તંત્રની રહેશે.

*કચ્છ જિલ્લાના લોકઉપયોગી પ્રશ્ર્નો.

(1) કચ્છ જિલ્લાની નર્મદા કેનાલમાં હાલ પુલીયાના કામ ચાલુ હોઈ પાણીની આવક બંધ છે જેથી કેનાલ આધારીત પીવાના પાણીના વિસ્તારોમાં અત્યંત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ઉપરાંત હમણાં વાવણીની સીઝન ચાલુમાં છે.નંદાસર પાસે પુલીયાંનું કામ ધીમી ગતિમાં હોઈ  ખેડુતોને સિંચાઈના પાણી માટે પણ અત્યંત મુશ્કેલી પડી રહી છે.

જેથી આ વિસ્તારોમાં પીવાના પાણીની અને ખેડુતો માટે સિંચાઈ પાણીની તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવે.

(2) કચ્છ જિલ્લામાં હાલ કેનાલના કામોની ગતી જોતાં 20 વર્ષ સુધી માંડવી,મુન્દ્રા અને અબડાસા સુધી ખેડુતોને સિંચાઈનું પાણી મલી શકે એમ નથી.જેથી જમીન સંપાદન કરવાથી લઈને જે પણ કાંઈ અડચણો હોઈ તે તાત્કાલીક અસરથી દૂર કરી નર્મદા નહેરના કામો જલ્દીથી પૂર્ણ કરવામાં આવે.    

(3) એકલ બાંભડકા માર્ગ મંજુર થયે વરસો વીતી ગયાં, કેન્દ્ર સરકારનું ના વાંધા પ્રમાણપત્ર મલી ગયું છે,જાહેર બાંધકામ ડીપાર્ટમેન્ટ દ્રારા ભરવાના થતા ₹.4 કરોડ માંથી ₹.1 કરોડ જંગલખાતાને પણ ભરપાઈ થઈ ગયો હોવા છતાં આ રસ્તાના કામોને અત્યાર સુધી મંજુરી આપવામાં આવી નથી.જે કામોનો પ્રારંભ તાત્કાલીક કરવામાં આવે.

(4) કચ્છ જિલ્લાના બે ઓવર બ્રીજના કામો વરસોથી ટલ્લે ચડ્યાં છે.જેમાં ભચાઉ પાસે રેલ્વે બ્રીજ અને ભુજોડી પાસે હાઈ વે બ્રીજ ના કામો ચાલું કરવા માટે અહીંના આગેવાનોએ અસંખ્ય વખત રજૂઆતો કરી હોઈ આ કામો પણ ચાલુ થઈ શક્યાં નથી.

આ કામો તાત્કાલીક ચાલુ કરવામાં આવે.

આ શિવાય પણ નાના મોટાં અનેક કામો એના સમય અવધી વિતી ગયાં હોવા છતાં પણ હજુ ચાલું થયાં નથી.

ઉપરોક્ત બધાંજ કામો તા.17/06/20 સુધી ચાલું કરવામાં નહી આવે તો હું યોગી દેવનાથ બાપુ,મહંત એકલ માતાજી મંદિર,એકલ,કચ્છ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરૂ છું.

(11:38 pm IST)