Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં પોઝીટીવ કેસો નોંધાતા એપી સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરાયા

વલસાડ જિલ્લાના વિવિધ પાંચ વિસ્‍તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ તાત્‍કાલિક અસરથી કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તા.૦૨/૦૭/૨૦૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
       પારડી સાંઢપોર ગ્રામ પંચાયત વિસ્‍તારમાં હીરાલાલની ગલીમાં આવેલા વિનોદ નાયકાના મકાન ખાતે કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ તેની નજીકમાં આવેલા રાધાક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટથી નલીનભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિના મકાન સુધીની તમામ હદ વિસ્‍તાર ને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ પારડી-સાંઢપોર ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
        વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્‍તારના વોર્ડ નં.૫માં આવેલી ડુંગરી ફળિયા મિલ્લતનગર ખાતે સાનુભાઇની ચાલ ખાતે કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ મસાદભાઇની દુકાન તથા ઘરથી મહીબુલ ચૌધરીના મકાન સુધી તથા યુસુફભાઇની ચાલથી સઇદ અન્‍સારીના મકાન સુધીના મકાનના તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ચીફ ઓફિસરશ્રી, વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
         વલસાડ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલા હનુમાન ફળિયા-મોગરાવાડી વિસ્‍તારમાં કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ તે વિસ્‍તારમાં આવેલા જશવંત પરસોત્તમના મકાનથી મહેન્‍દ્ર અવસ્‍થીની ચાલ સુધી તથા નયનાબેનના મકાનથી નિલેશભાઇ ચુનીલાલના મકાન સુધી આવેલા કુલ ૨૩ મકાનોના તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ચીફ ઓફિસરશ્રી, વલસાડ દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
           વલસાડ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલા પ્રમુખ ગ્રીન મોગરાવાડી વિસ્‍તાર ખાતે કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ તે વિસ્‍તારમાં આવેલા હરીશભાઇ દેવશીભાઇ ભાનુશાલીના મકાનથી હેમંતભાઇ ગોહિલના મકાન સુધી આવેલા કુલ નવ મકાનના તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ચીફ ઓફિસરશ્રી, વલસાડ દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
           વલસાડ તાલુકાના ઠક્કરવાડા ગામે મોટા ફળિયા વિસ્‍તારમાં કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ તે વિસ્‍તારમાં આવેલા જગદીશભાઇ ભગુભાઇ પટેલના મકાનથી બાબુભાઇ ભાણાભાઇ નાયકાના મકાન સુધી અને બચુભાઇ ખાલપભાઇ હળપતિના મકાનથી મહેશભાઇ મંગાભાઇ નાયકાના મકાન સુધીનો તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ગ્રામ પંચાયત ઠક્કરવાડા દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
             આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરના વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

(10:47 pm IST)