Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોન્ટ્રાકટ કિલર ઝડપ્યા : બે આરોપીઓ પકડાયા : ત્રણ ફરાર

સરદારનગરમાં રહેતા રાજુ ગેંડીએ રાજુ ગેંડીએ બૂટલેગર કમલ નંદવાણીની હત્યા માટે સોપારી આપી

અમદાવાદનાં સરદારનગરમાં બુટેલગરે અન્ય બૂટલેગરની સોપારી આપી હતી. જયારે કોન્ટ્રાક્ટ કિલર્સ હત્યા કરે તે પહેલા જ એટીએસ અને ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓની ધરપરકડ કરી લીધી હતી. જો કે અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે. જેથી તેઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમિયાન બુટલેગરોએ બિન્દાસ્ત ધંધો કરતા હોય તેવું જોવા મળ્યું હતું, જેમાં ખાસ કરીને શહેરના સરદારનદરમાં 24 કલાક દારુ વેચાતો જોવા મળે છે. તેવામાં સરદારનગરમાં રહેતા રાજુ ગેંડીએ રાજુ ગેંડીએ બૂટલેગર કમલ નંદવાણીની હત્યા માટે સોપારી આપી હતી. આ માટે રાજસ્થાન અને ધાનેરાથી બે આરોપીઓ આવ્યા હતા. જો કે એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડીને બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ દ્વારા ઝડપી પાડેલ બંને કોન્ટ્રાક્સ કિલર્સ પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા છે. તો સોપારી આપનાર રાજુ ગેંડી સહિત 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે. તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અભિયાન હાથ ધરાયું છે. તેવામાં અમદાવાદમાં બૂટેલગરો વચ્ચે ગેંગવોરની ઘટના સામે આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

(8:05 pm IST)