Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

અમદાવાદ : શારદાબેન હોસ્પિટલમાં કોરોના નેગેટિવ દર્દીને પોઝિટવની સાથે રખાયો

હોસ્પિટલે ભૂલ પકડાતા દાદાગીરી કરી : સામાન્ય તાવના દર્દીને પોઝિટિવ દર્દી સાથે ચાર કલાક રાખવામાં આવ્યો : ઈએમઓની દાદાગીરી છતી થઈ

અમદાવાદ, તા. : ગુજરાતમાં ગઈકાલે કોરોનાના ૫૧૦ કેસ સામે આવ્યા છે તેમ છતાં સરકાર સહિત તંત્ર દ્વારા મામલે બેદરકારી કેમ થઈ રહી છે તેવો પ્રશ્ન સામાન્ય માણસને થાય. શારદાબેન હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. એટલું નહી હોસ્પિટલના EMOની દાદાગીરી અને મનમરજી પણ છતી થઈ છે. સામાન્ય તાવના દર્દીને કોરોનાના દર્દી સાથે રાખવામાં આવ્યો હતો બાદમાં ભૂલ પકડાતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા દિલગીરીની જગ્યાએ દાટી આપવાની ઘટના સામે આવી છે.

અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે. સામાન્ય તાવના દર્દીને કોરોના દર્દીઓ સાથે રખાયો હતો. સામાન્ય દર્દીને પોઝિટિવ દર્દી સાથે કલાક રાખવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સમાં પણ પોઝિટીવ દર્દી સાથે નેગેટિવ દર્દીને મોકલી દેવામાં આવ્યો હતો. તપન હોસ્પિટલે દર્દીને દાખલ કરતા શારદાબેન પરત મોકલ્યા હતા. શારદાબેન પહોચતા દર્દીનો રિપોર્ટ નેગેટીવ હોવાનુ જણાવાયુ હતુ.

પોતાની ભૂલ છતી થતાં ઈસ્ર્ં દર્દીના સગાંને ધમકાવ્યા હતા એટલું નહીં પણ મ્યુકમિશ્નરને કે પોલિસ કમિશ્નરને બોલાવો કોઈ ફરક નહી પડે તેમ કહીને હડકાવી કાઢ્યા હતા. વળી ચીમકી પણ આપી હતી કે, તમારે કેસ બગાડવો છે કે સારવાર લેવી છે ?

(7:45 pm IST)