Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

રાજ્યમાં કોરોનાના નવા 498 કેસ :સંક્રમિતની કુલ સંખ્યા 19617 થઇ :વધુ 29 લોકોના મોત: મૃત્યુઆંક 1219 થયો

અમદાવાદમાં સૌથી વધુ 289 કેસ, સુરતમાં 92 કેસ,વડોદરામાં 34 કેસ, ગાંધીનગરમાં નવા 20 કેસ , રાજકોટમાં 8 અને વલસાડમાં નવા 7 કેસ નોંધાયા :વધુ 313 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : રાજ્યમાં સાજા થયેલની સંખ્યા 13324 થઇ

અમદાવાદ :લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 19 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 498 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 19617 થઇ છે. આજે 313 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 13324 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 29 દર્દીઓના મોત થતા મૃતાંક 1219 પર પહોંચ્યો છે

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 289 કેસ, સુરતમાં 92 કેસ, વડોદરામાં 34 કેસ, ગાંધીનગરના નવા 20 કેસ અને રાજકોટમાં વધુ 8 કેસ એન્ડ વલસાડમાં 7 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. રાજ્યમાં 29 દર્દીઓના મોત થયા તેમાં એકલા અમદાવાદના 26 દર્દીઓના મોત થયા છે    

(7:39 pm IST)