Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોના વાઇરસના કારણોસર મોડાસામાં પરંપરાગત અષાઢી બીજની રથયાત્રના ન કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી

મોડાસા: અષાઢી બીજ એટલે કે અષાઢ સુદ બીજનું પર્વ વિશેષ મહિમા ધરાવે છે. આ પવિત્ર પર્વે જગતના નાથ ભગવાન જગન્નાથમોટાભાઈ બળદેવજી અને બહેન સુભદ્રા સુશોભિત રથમાં સવાર થઈ ભક્તોને દર્શન આપવા સામે ચાલીને આવે છે અને ભગવાનની આ યાત્રા રથયાત્રાનો પણ ઘણો જ મહિમા વર્તાય છે. મોડાસા નગરમાં રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૭ વર્ષથી પરંપરાગત રીતે ભવ્ય રથયાત્રા યોજાય છે પરંતુ આ વર્ષે સર્વત્ર વ્યાપેલ કોરોનાના સંક્રમણને લઈ ફફડાટ ફેલાયો છે. મોડાસા નગરમાં જ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે રેડઝોનના આ વધુ સંક્રમિત વિસ્તારોમાં તકેદારી દાખવવાની સૌની ફરજ બની રહે છે. આ સ્થિતિમાં નગરજનોપ્રજાજનોના સર્વાંગી હિતમાં રથયાત્રા ઉત્સવ સમિતિના હોદ્દેદારોની યોજાયેલી બેઠકમાં આ વર્ષે રથયાત્રા નહિ જ યોજવા સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસાના મંત્રી ભરત ભાવસાર સહિતના હોદ્દેદારોએ રથયાત્રા નહી યોજવાના પોતાના નિર્ણયની જાણ ટાઉન પોલીસજિલ્લા વહીવટી તંત્રને લેખિત સ્વરૂપે કરી હતી. 

(5:28 pm IST)