Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વડોદરા:ગોકુળનગરમાં યુવકને કામધંધા બાબતે માતા-પિતાએ આપેલ ઠપકાનું માઠું લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરના ગોત્રી ગોકુળનગરમાં રહેતા યુવકને કામધંધા બાબતે માતા પિતાએ ઠપકો આપતાં તેને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

 આ અંગેની વિગત એવી છે કે ગોત્રી ગોકુળનગરમાં રહેતાં કૌશલ પ્રફુલ્લકુમાર ભટ્ટ છેલ્લા ઘણા સમયથી કોઈ કામધંધો કરતો ન હતો. બંને માતા-પિતા પાસેથી અવારનવાર રૃપિયાની માંગણી કરતો હતો.  પરંતુ માતા-પિતાએ રૃપિયા નહી આપતાં કૌશલને લાગી આવ્યું હતુ. અને ઘરમાં ઉપરના રૃમમાં છતમાં હીંચકાના હુકમાં દુપટો લગાવી ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.   જે અંગેની ગોત્રી પોલીસે વધુ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં મકરપુરા વુડાના મકાનમાં રહેતા ૩૧ વર્ષના  જયાબેન રાહુલકુમાર પટેલે આજે મળસ્કે ચાર વાગ્યે ચોથા માળેથી નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત   બહાર આવી છે કે પતિ સામે નવ મહિના પૂર્વે મનદુઃખ હતુ. પરંતુ ત્યારબાદ તો બંને વચ્ચે મનમેળ થઈ ગયો હતો.

(5:26 pm IST)