Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સુરતના વરાછામાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી બે સંતાનના પિતા એવા પ્રેમીએ શારીરિક સંબંધ બાંધી ફોટા સહીત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી: ભાઈને મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પોલીસનો સહારો લીધો

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી છેલ્લા સાડા ત્રણ માસથી બે સંતાનના પિતા એવા પ્રેમીએ અવારનવાર શરીર સંબંધ બાંધી તે પળોના ફોટા પાડયા હતા તેમજ વિડીયો પણ ઉતાર્યો હતો. બાદમાં તેના બે મિત્રોએ એક ફાર્મ હાઉસમાં લઇ જઈ છેડતી કરી યુવતીને ફોટા-વિડીયો વાયરલ કરવાની તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. 

લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ પરિણીત પ્રેમીએ તરછોડી દેતા છેવટે યુવતીએ ગત સોમવારે પ્રેમી અને તેના બે મિત્રો વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વરાછા પોલીસે ગતરોજ પ્રેમીની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા વિસ્તારમાં રહેતી અને સાડી ઉપર લેસપટ્ટી લગાવવાનું કામ કરતી 26 વર્ષીય યુવતી પ્રિયા ( નામ બદલ્યું છે ) ને તેને કામ માટે સાડી આપવા આવતા અને બે સંતાનના પિતા સાગર વેલજીભાઇ ગજેરા ( રહે.અમૃતકુંજ એપાર્ટમેન્ટ, ખોલવડ ગામ, તા.કામરેજ, જી.સુરત ) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. 

(5:25 pm IST)