Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સુરતના ઈચ્છાપોરમાં મોબાઈલમાં ગેમ રમવા બાબતે માતાએ આપેલ ઠપકાનું લાગી આવતા યુવાને ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના ઈચ્છાપોરમાં મોરાગામમાં ગઈકાલે સવારે મોબાઈલ ગેમ રમવા બાબતે માતાએ ઠપકો આપતા યુવાનને માઠું લાગી આવતા ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ ઈચ્છાપોરમાં મોરાગામમાં સ્ટાર રો હાઉસ સોસાયટીમાં રહેતા 19 વર્ષથી પ્રદીપ રામપ્યારે યાદવ શુક્રવારે સવારે ઘરમાં પંખાના હૂક સાથે સાડીનો છેડો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રદીપે મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાનો વતની હતો. તેણે અગાઉ આપેલી ધોરણ-10ની પરીક્ષામાં નાપાસ થયો હતો અને તે ફરી પરીક્ષા આપવાની તૈયારી કરતો હતો.

જોકે પ્રદીપ મોબાઈલ ગેમ રમતો હોવાથી તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો. તેથી તેને માથું લાગી આવતા આ પગલુ ભર્યું હતું. તેની શાકભાજીનું વેચાણ કરતી માતા સાથે તે રહેતો હતો. આ અંગે ઈચ્છાપોર પોલીસ તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)