Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વડોદરામાં ગઈ કાલ રાત્રે ભારે પવન સાથે પડેલ વરસાદના કારણોસર ડઝન જેટલા વૃક્ષો ધરાશાયી થયા

વડોદરા:શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે અડધો ડઝન જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,પ્રતાપગંજ ખાતે એક વૃક્ષ ધરાશાયી થયાનો કોલ મળ્યા બાદ સયાજી હોટલ અને વેલકમ હોટલ પાસે પણ વૃક્ષો ધરાશાયી થયા હતા.

આ ઉપરાંત મંગળબજાર કલામંદિરના ખાંચામાં,મકરપુરા ડેપો વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાયી થયા હતા.જો કે એક પણ બનાવમાં કોઇ જાનહાનિ કે નુકસાન થયું નથી.ફાયર બ્રિગેડે તૂટી પડેલા વૃક્ષો દૂર કર્યા હતા.

(5:24 pm IST)