Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વડોદરા:સમા-સાવલી રોડ પર બપોરના સુમારે વિશ્વામિત્રી નદીમાં પડેલ યુવકને મગર અંદર ખેંચી જતા સવારના સમયે લાશ બહાર આવી:પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી

વડોદરા: શહેરના સમા- સાવલી રોડ પર ગત બપોરે વિશ્વામિત્રી નદીમાં પડેલા યુવકને મગર અંદર ખેંચી ગયો હતો. આજે સવારે યુવકની લાશ બહાર આવતાં સમા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૃ કરી છે. જો કે, શ્રમજીવી યુવકની ઓળખ પણ હજી થઈ નથી.

આ અંગેની વિગત એવી છે કે આજે સવારે ૧૦ વાગ્યે સમા- સાવલી રોડ વિશ્વામિત્રી નદીના કિનારે એક વ્યક્તની લાશ હોવાની જાણ સમા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અંદાજે ૪૦ વર્ષના યુવકે કાળા રંગનું પેન્ટ અને જાંબુડીયા રંગનું શર્ટ પહેર્યું હતુ. તેના ખિસ્સામાંથી કોઈ જ વસ્તુ મળી ન હતી. જેથી તેની ઓળખ થઈ શકે. સમા પોલીસે મૃતકના ફોટા લઈને આજુબાજુના વિસ્તારમાં  તપાસ શરૃ કરી છે. પરંતુ મૃતકની ઓળખ થઈ  શકી નથી. આ વિસ્તારમાં  જ ગલ્લા ચલાવતા  અશોકભાઈએ કહ્યું હતું કે ગઈકાલે બપોરે કોઈ નશેબાજ નદીના પાણીમાં પડયો હતો. અને તેને અગર અંદર ખેંચી ગયો હોવાની ચર્ચા થઈ રહી છે. અને આજે સવારે તેની લાશ મળી આવી હતી.

(5:24 pm IST)