Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લોકડાઉન દરમ્યાન ટિક્ટોક વિડીયો બનાવનાર આરોપીની તેના સાગરીત સાથે ધરપકડ કરવામાં આવી

વડોદરા: શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લોકડાઉન દરમિયાન ટિકટોક વિડિયો બનાવનાર આરોપી અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે.

ગઈ તા 16 એપ્રિલના રોજ સયાજીગંજ પોલીસે મહંમદ આરીફ નામના એક યુવકની લોક ડાઉનના ભંગ બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.તેને જામીન પર છોડવામાં આવ્યો તે દરમિયાન તેના મિત્ર સલમાને મોબાઈલથી વિડિયો શૂટ કર્યો હતો.

આ વીડિયોમાં મહમ્મદ આરિફ જાણે એક  અદાકાર હોય તે રીતે લોકઅપની બહાર મહિલા પોલીસ ફોટા પાડતી હતી તે દ્રશ્ય શૂટ કરવામાં આવ્યું હતું.આ જ રીતે આરોપીએ પોલીસ સ્ટેશનની ઉપર જવાના દાદર પર બેસી શુઝ પહેરતી વખતે અને પોલીસ સ્ટેશનના પગથિયા ઉતરતી વખતે વિડીયોગ્રાફી કરાવી હતી.

(5:23 pm IST)