Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં નકલી પોલીસના સ્વાંગમાં રોફ જમાવી લોકો પાસેથી ટોડ કરનાર શખ્સની રંગે હાથે ધરપકડ

અમદાવાદ:સેટેલાઇટ પોલીસે રોફ જમાવી તોડ કરતા નકલી પોલીસવાળાને ૨ઝડપી પાડયો છે. આરોપીએ પોલીસની ઓળખ આપીને હોટલના કર્મચારીને ચરસ વેચો કહી દમ મારીને ડરાવ્યા બાદ રૃપિયાની માંગણી કરીને જમવાનું મંગાવતા ભાંડો ફૂટયો હતો.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, પી.ડી દરજીના જણાવ્યા મુજબ સરખેજ વિસ્તારમાં ફતેવાડી બંગાળી હાઉસ  ખાતે રહેતા ઉજૈફ મુસ્તાફભાઇ ગેણાની ધરપકડ કરી છે, ગઇકાલે બપોરે  કન્ટ્રોલ મેસેજ આધારે પોલીસ ઇસકોન મોલની ગલીમાં ગઇ હતી અને ઉપરોક્ત આરોપીને પકડી પાડયો હતો. પોલીસ તપાસમાં આરોપીએ હોટલના એક કર્મચારીને રોક્યો હતો અને આ નેપાળના યુવકને પોતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાની ઓળખાણ આપી હતી અને  તું ચરસ વેચેછે તેમ કહી પોલીસ સ્ટેશનન લઇ જવાનું કહીને દમ મારીને રૃપિયાની માંગણી કરી હતી, જો કે યુવકે પાસે હોવાથી નહી હોવાથી ેરૃપિયા  જમવાનું મંગાવ્યું હતું. 

(5:23 pm IST)