Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મંદિરોમાં કોઇ ઉત્સવની પરવાનગી નહિ અપાયઃ વિજયભાઇ

વિવિધ ધર્મસંસ્થાઓના સંતો-મહંતો સાથે મુખ્યમંત્રી રૂપાણીની વિડીયો કોન્ફરન્સ બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં યોજાઈ રહેલી બેઠકમાં રાજયમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકારની ગાઈડ લાઇન્સ  મુજબ કેટલાક નિયમોને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ  જિલ્લા મથકો એ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી આ સમગ્ર બાબતે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું.

વિજયભાઇએ કહ્યું કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે.કોરોના સંક્રમણ ની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવ ને પરવાનગી આપવામાં નહિ આવે.. તેમણે એવું પ્રેરક  સૂચન કર્યું કે  મોટા મંદિરો ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓ ને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડ ભાડ અટકાવી શકાશે. આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી તેમજ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા પ્રદીપ સિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો જોડાયા છે.

(3:48 pm IST)