Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારીના જન્મદિવસ ઉજવ્યો : જમણવારમાં આવેલ 4 મહેમાનોને કોરોના પોઝિટિવ

જમણવારમાં હાજર અન્ય એક મહિલા કોર્પોરેટરના પતિ પણ કોરોના પોઝિટિવ આવ્યા

સુરત : કોરોના મહામારી વચ્ચે કોર્પોરેટર ગીતા રબારીએ જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મ દિવસની પાર્ટીમાં ગીતા રબારીએ જમણવાર રાખ્યો હતો. આ જમણવારમાં અનેક લોકોને આમંત્રિત કરાયા હતા  જમણવારમાં આવેલા 4 મહેમાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાના વાદળો ઘેરાયેલા છે.

 આ વિશે મળતી માહિતી મુજબ સુરતમાં મહિલા કોર્પોરેટર કોરોના મહામારીમાં એક મોટા વિવાદોમાં ફસાયા છે. કોરોનાની મહામારી વચ્ચે સુરતના મહિલા કોર્પોરેટરને એક ભૂલ મોટી સાબિત થઈ છે. વાત જાણે એમ છે કે, સુરતમાં મહિલા કોર્પોરેટર ગીતા રબારીનો જન્મદિવસ હતો. તેની ખુશીમાં એક જમણવારનું આયોજન રાખવામાં આવ્યું હતું. જન્મ દિવસની પાર્ટીમાં ગીતા રબારીએ જમણવારમાં અનેક લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં જમણવારમાં આવેલા 4 મહેમાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાના વાદળો ઘેરાયા છે.

જમણવારમાં આવેલા 4 મહેમાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જમણવારમાં હાજર અન્ય એક મહિલા કોર્પોરેટરના પતિ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઘટનાને કારણે જમણવારમાં સોશ્યલ ડિસ્ટનિંગના ધજાગરા ઉડયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

(12:40 pm IST)