Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ગાંધીનગરમાં ડી-માર્ટમાં ફરજ બજાવતી ત્રણ મહિલા કર્મચારીને કોરોના પોઝિટીવ

સેક્ટર-24, ગોકુલપુરા અને કલોલના સોજા ગામની યુવતીને કોરોના વળગ્યો

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે કોરોનાના 21 કેસ પોઝિટિવ નોંધાયા હતા જેમાં ગાંધીનગરમાં ડી-માર્ટમાં ફરજ બજાવતી 3 મહિલા કર્મચારીનો કોરોના પોઝિટીવ આવ્યો છે. આ મહિલાઓનો કોરોના પોઝિટીવ આવતા આસપાસમાં ભયનો માહોલ સર્જાયો છે.

  ગાંધીનગરના ડી-માર્ટની જે ત્રણ મહિલા કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમાં સેક્ટર 24 ઈન્દિરાનગર ખાતે રહેતી 21 વર્ષીય મહિલા, ગોકુળપુરાની 19 વર્ષીય મહિલા અને કલોલના સોજા ગામની 25 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

  શાકભાજીવાળા અને કરિયાણાની વેપારીઓ બાદ મોલના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(12:17 pm IST)