Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

શહેરમાં વાતાવરણમાં એકાએક પલટો, ભારે પવન સાથે વરસાદ

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો : શહેરના કેટલાક વિસ્તારોમાં ઘુંટણસમાણા પાણી ભરાયા ગરમીમાં શેકાતા શહેરીજનોએ ભારે હાશકારો અનુભવ્યો

અમદાવાદ,તા. : અમદાવાદમાં આજે સાંજે વાતાવરણમાીં અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં અનેક વિસ્તારોમાં તોફાની પવન ફુકાવા લાગ્યો હતો. જેને કારણે ઘણા સ્થળે છાપરા પણ ઉડવા લાગ્યા હતા. ધૂળની આંધીથી વાહન ચાહકો પણ પરેશાન થઈ ગયા હતા. ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોપલ, મકરબા, પાલડી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુકાયો હતો. ચોમાસાના સત્તાવાર આગમનને થોડા દિવસની વાર છે ત્યારે વરસાદથી અમદાવાદીઓની ગરમથી રાહત મળી છે. સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો.

          શરૂઆતમાં તો કાળા ડિબાંગ વાદળોએ સમગ્ર શહેરમાં અંધકાર ફેલાવી દીધો હતો. બાદમાં ભારે પવન ફૂંકાયો હતો. અને અંતે ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો હતો. આહલાદક વાતાવરણ સર્જાતાં અમદાવાદીઓ મંત્રંમુગ્ધ બની ગયા હતા. તો જુહાપુરા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા. ભારે પવનને કારણે છાપરાઓ પણ ઉડવા લાગ્યા હતા. ધૂળની આંધીથી વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા હતા. ધુળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના બોપલ, ઘુમા, જમાલપુર, મણિનગર, રિવરફ્રન્ટ, વસ્ત્રાપુર, ગોતા, એસજી હાઈવે, સેટેલાઈટ, બોડકદેવ, , નારણપુરા, બોપલ, મકરબા, વાસણા, શિવરંજની, પાલડી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

          ચોમાસાના સત્તાવાર આગમનને થોડા દિવસની વાર છે ત્યારે વાતવરણમાં આવેલા પલટાથી અમદાવાદીઓને ગરમીમાંથી અંશતઃ રાહત મળી હતી. ઉપરાંત પાલડી, આશ્રમ રોડ, જોધપુર, ખાનપુર, સરસપુર, કાલુપુર, દરિયાપુર, રખિયાલ, બાપુનગર, ખોખરા, આંબાવાડી ગોમતીપુરમાં વરસાદ વરસ્યો હતોવેજલપુર અને જુહાપુરા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું તુટી પડ્યું હતું. જુહાપુરમાં તો પહેલાં વરસાદે ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

(9:55 pm IST)