Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

નવસારીના સુઠવાડમાં આડા સંબંધોની વહુના સસરાને જાણ થતા પ્રેમીએ પતાવી દીધા :બે આરોપીની ધરપકડ

પતિ -પત્ની વચ્ચે તકરાર થતા પ્રેમી દખલગીરી કરી મારામારી કરતા વચ્ચે પડેલા સસરાની હત્યા કરી નાખી

 

નવસારીના સુઠવાડમાં આડા સંબંધોની જાણ સસરાને થતા વહુના પ્રેમીએ સસરાનું કાસળ કાઢી નાખ્યું છે.

  અંગે મળતી વિગત મુજબ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુઠવાડ ગામની એક મહિલાની નજર એમના ફળિયામાં અજય પટેલ નામના વ્યક્તિ સાથે પ્રેમ થઇ જતા અવાર નવાર મળવા જવાનું થતા મહિલાના ઘરે ખબર પડી ગઈ હતી. જેના કારણે નાનામોટા ઝગડાઓ થતા આવતા હતા.કાલે રાત્રિની ધમાલ પતિ પત્ની વચ્ચે ચાલી રહી હતી. જેમાં પ્રેમી દખલગીરી કરતા મારા મારી પર ઉતારી આવ્યો હતો. અને વચ્ચે પડેલા મહિલાના સસરા પર માથાના ભાગે તૂટી પડતા સસરાનું મોત નીપજ્યું હતું. આરોપીના પ્રેમીએ સસરાને પતાવવામાં પોતાના ભાઇ મનોજની પણ મદદગારી લેતા પોલીસે બન્નેને દબોચી લીધા છે.

(12:50 am IST)