Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

કળા-કલાકારોને શોધવા ફર્સ્ટ ટેક કાર્યક્રમ યોજાશે

દેશભરના કલાપ્રેમીઓને અનુરોધ

અમદાવાદ,તા.૬ : એબીઆઇઆર ચેરિટેબલ ટ્રસ્ટે હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં પોતાની વાર્ષિક ફર્સ્ટ ટેક આર્ટ ઇવેન્ટની ચોથી આવૃત્તિની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષે ક્લેરિસના સહયોગ સાથે ફર્સ્ટ ટેક ૨૦૧૯ ભારતભરનાં કલાકારોને આવકારે છે, જેમાં નાનાં શહેરો અને ગામડાઓનાં કલાકારો સામેલ છે. તેમાં સબમિટ થયેલા કામની પસંદગી થશે તથા શ્રી ઉમંગ હઠીસિંગ, શ્રી સુબોધ કેરકર, શ્રીમતી બ્રિન્દા મિલર, શ્રી જયંતિ રબાડિયા અને શ્રી વીર મુંશી જેવા પ્રસિદ્ધ અને કળાની પરખ ધરાવતા લોકોની બનેલી જ્યુરી પેનલ એનું મૂલ્યાંકન કરશે. આ ઇવેન્ટનાં અંતે સન્માન સમારંભ તા.૧૯ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ યોજાશે અને પછી કળા પ્રદર્શનનું ઉદ્ઘાટન થશે. જ્યારે ફર્સ્ટ ટેક ૨૦૧૯ માટે આર્ટવર્ક ઓનલાઇન સબમિટ કરવાની શરૂઆત આજે તા.૬ જૂનથી થઇ છે અને તા.૧૬ જુલાઈનાં રોજ પૂર્ણ થશે, ત્યારે ફિઝિકલ આર્ટવર્ક સબમિટ કરવાની છેલ્લી તારીખ ૬ સપ્ટેમ્બર હશે.

સબમિશનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા પછી એન્ટ્રીની સમીક્ષા થશે, એનું શોર્ટલિસ્ટિંગ થશે અને થોડાં દિવસનાં ગાળામાં જ્યુરીનાં સભ્યો એનાં પર નિર્ણય લેશે. શ્રેષ્ઠ કળાત્મક કાર્યોનું ૭ દિવસ માટે પ્રદર્શન યોજાશે, ત્યારે વિશેષ એવોર્ડ સમારંભમાં વિવિધ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરતાં ૧૦ કલાકારોનું સન્માન થશે. આ ઇવેન્ટ વિશે એબીઆઇઆર ચેરિટેબિલનાં સ્થાપક ટ્રસ્ટી રૂબી જાગૃતે જણાવ્યું કે, એબીઆઇઆર  કલાકારો અને કળાપારખુઓ માટે એક મંચ છે.

(9:18 pm IST)