Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ખંભાતમાં લોનના હપ્તાની ઉઘરાણી કરવા આવેલ કર્મચારીએ મહિલાની છેડતી કરતા પોલીસ ફરિયાદ

આણંદ:ખંભાત ખાતે બજાજ ફાઈનાન્સ કંપની દ્વારા લોન લઈ મોબાઈલ ખરીદનાર ગ્રાહકના ઘરે રાત્રિ દરમ્યાન હપ્તાની ઉઘરાણી કરવા ગયેલ બજાજ ફાયનાન્સના કર્મચારીએ પરિણીતાની એકલતાનો લાભ લઈ તેની આબરૂ લેવાનો પ્રયાસ કરતા ખંભાત શહેર પોલીસ મથકે બજાજ ફાયનાન્સ કંપનીના કર્મચારી વિરૂધ્ધ આબરૂ લેવાના પ્રયાસ સહિત એટ્રોસીટીની કલમ સાથે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત ખાતે રહેતા છુટક મજુરી કરીને જીવન ગુજારતા એક શ્રમજીવી પરિવારના શખ્શ દ્વારા  બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી લોન ઉપર બે મોબાઈલ ફોન ખરીદ્યા હતા. જેના હપ્તાની ઉઘરાણી માટે બજાજ ફાઈનાન્સ કંપનીનો કર્મચારી ચંદ્રભાન ગઢવી તા.૩૦મીના રોજ રાત્રે મોબાઈલના હપ્તા લેવા માટે ગયો હતો. 

(5:50 pm IST)