Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

માંડવી તાલુકાના ઘંટાલી નજીક પુરપાટ ઝડપે જતા આઇસરે બાઇકને હડફેટે લેતા દંપતીએ સહીત 9 માસની દીકરીના કમકમાટીભર્યા મોતથી અરેરાટી

બારડોલી:સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં ઘંટાલી ગામની સીમમાં પુરઝડપે જતા ઈંટ ભરેલા આઈસર ટેમ્પા ચાલકે બાઈક સવાર યુવાન દંપત્તિ અને ૯ માસની દિકરીને અડફટે લઈ પાછળનાં વ્હીલ નીચે કચડી દેતા ત્રણેયનાં કમકમાટીભર્યા મોત થતા સાલૈયા ગામે ગમગીની છવાઈ ગઈ હતી.

માંડવી તાલુકાનાં સાલૈયા ગામે વાડી ફળિયામાં જયદીપ અરવિંદભાઈ ચૌધરી (ઉ.વ.રપ) પત્ની કૃતિકા (ઉ.વ.રર) અને નવમાસની દિકરી નીશીકા સાથે રહેતા હતા. બુધવારે નીશીકા બિમાર હોવાથી આ દંપત્તિ પોતાની સ્પ્લેન્ડર બાઈક (નં.જીજે-૧૯-એજી-૧૮૯૫) પર માંડવી ખાતે દવાખાને સારવાર માટે આવેલા હતા. નીશીકાની દવા લઈને તેઓ માંડવીમાં રહેતા તેમના માસીનાં ઘરે ગયા હતા. ત્યાંથી સાંજે પાંચેક વાગ્ય પરત ઘરે જવા નીકળ્યા હતા. 

(5:49 pm IST)