Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ઉત્તર ગુજરાતમાં ૪.૩ની તિવ્રતાના ભૂકંપથી લોકોમાં ભય

પાટણ, તા. ૬ :. ઉત્તર ગુજરાતના પાલનપુર, અંબાજી, માઉન્ટ આબુ, અરવલ્લી, સાબરકાંઠા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે ૧૦.૩૪ થી ૧૦.૩૪ સુધી ૪ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા આવતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ૧૦.૩૧ એ આવેલા ભૂકંપના આંચકાનું એ.પી. સેન્ટર અંબાજીથી ૨૪ કિ.મી. દૂર ભાયલા ગામે નોંધાઈ છે. જમીનની ૩૮૧ કિ.મી. અંદર હતુ. જો કે ભૂકંપના હળવા આંચકાથી કોઈ જાનહાનીના અહેવાલ નથી મળ્યા. જો કે ઝોન ૫માં આવતા ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠાના પાલનપુર, દાંતા, અંબાજી, અમીરગઢ, માઉન્ટ આબુ, ડીસા, સાબરકાંઠાના અરવલ્લી, હિંમતનગર, બાપડ, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત ઉત્તર ગુજરાતમાં આ આંચકાએ ભય અને ગભરાટ ફેલાવ્યો હતો. જેમાં પાલનપુર નજીકથી સગાસંબંધીઓના ફોનની ઘંટડીઓ મોડી રાત સુધી ખબર અંતર પૂછવા રણકતા રહ્યા હતા.

(1:44 pm IST)