Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

બરવાળા પાલિકા દ્વારા મુખ્યબજારોમાં ચેકીંગ :80 કિલો પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો જપ્ત

દુકાનોમાંથી ૫૦ માઈક્રોનથી નિચેના કુલ મળી ૮૦ કી.ગ્રાનો જથ્થો જપ્ત કરાયો

બરવાળા નગરપાલિકા દ્વારા શહેરની દુકાનોમાં પ્લાસ્ટીકના ઝભલા અંગે ચેકિંગ હાથ ધરાયુ હતું  જેમાં બરવાળા ન.પા.ના મેહુલભાઈ ત્રિવેદી, હરિસંગભાઈ રાઠોડ, કે.આઇ.ગૌસ્વામી સહિત કર્મચારીયો દ્વારા  ચેકિંગ હાથ ધરી પ્લાસ્ટીકના ઝભલાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

બરવાળા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણના દિવસે સવારથી જ શહેરની મુખ્ય બજારની તમામ દુકાનો ઉપર પ્લાસ્ટીકની થેલીઓ તેમજ ઝભલાના વપરાશ અને વેચાણ કરતા વેપારીઓની દુકાન ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ ન.પા.ની ટીમ દ્વારા શહેરની તમામ દુકાનોમાંથી ૫૦ માઈક્રોનથી નિચેના કુલ મળી ૮૦ કી.ગ્રા. પ્લાસ્ટીકના ઝભલા તેમજ ઝભલા જપ્ત કરી દંડ આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

 . બરવાળા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકના ઝભલા અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા પ્લાસ્ટીકની થેલીનો વપરાશ કરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

(8:50 pm IST)