Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

અમદાવાદમાં પારો ૪૩.૬ સુધી પહોંચ્યો : લોકો પરેશાન દેખાયા

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમીનો અનુભવ અમદાવાદમાં થયો : અમદાવાદની સાથે સાથે અમરેલીમાં પણ પારો ૪૩ ડિગ્રી રહ્યો : હિટવેવની કોઈ ચેતવણી જારી ન કરાઈ હોવા છતાં લોકો ગરમીને લઈને હાલ સાવધાન

અમદાવાદ,તા.૫ : અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીના પ્રમાણમાં આંશિક ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં આજે પારો વધીને ૪૩.૬ સુધી પહોંચી ગયો હતો. ગઈકાલની સરખામણીમાં પારો આજે વધ્યો હતો. તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. બપોરના ગાળામાં આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. જનજીવન પર અસર થઈ હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે, બપોરના ગાળામાં પારો ૪૫ સુધી પહોંચી ગયો હતો. જોકે હવામાન તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. અલબત એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. સમગ્ર રાજ્યમાં અન્ય તમામ જગ્યાની સરખામણીમાં અમદાવાદમાં સૌથી વધુ ગરમી અનુભવાઈ હતી. લુ લાગવાના બનાવ પણ વધી રહ્યા છે. આજે લોકો સાવચેતીના પગલારુપે બપોરના ગાળામાં બહાર નિકળ્યા ન હતા જેથી બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા.  કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં જોરદાર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આના કારણે નવજાત શિશુ અને મોટી વયના લોકોને અસર થઇ શકે છે. સાથે સાથે ક્રોનિક રોગ ધરાવતા લોકો માટે પણ ભીષણ ગરમી અને લૂની સ્થિતિ પરેશાની વધારી શકે છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. હાલમાં ગરમીનો પ્રકોપ અકબંધ રહે તેવી શક્યતા છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી પણ જારી કરવામાં આવી નથી જેથી આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અકબંધ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આજે અમદાવાદમાં જ થયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. ઊંચા તાપમાન માટેની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી. લોકો ઉંચા તાપમાનને લઇને તંત્ર દ્વારા અપાયેલી ચેતવણીના લીધે સાવધાન બનેલા છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૫ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ જોરદારરીતે વધી રહ્યું છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૪૩.૬

ડિસા............................................................ ૪૧.૫

ગાંધીનગર.......................................................... -

વીવીનગર.................................................... ૪૦.૯

વડોદરા........................................................... ૪૧

સુરત............................................................... ૩૫

વલસાડ........................................................ ૩૪.૧

અમરેલી........................................................... ૪૩

ભાવનગર..................................................... ૩૮.૨

રાજકોટ........................................................ ૪૨.૫

સુરેન્દ્રનગર................................................... ૪૨.૮

ભુજ................................................................. ૩૯

કંડલા એરપોર્ટ............................................... ૪૨.૨

(8:08 pm IST)