Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ડાંગના શબરીધામ નજીક ભેદી ધડાકો : પૂર્ણા નદીના કિનારે ધડાકાભેર પથ્થરો ઉડ્યા : તપાસના આદેશ

રહસ્યમય ધડાકાથી લોકોમાં ભયનો માહોલ :આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ

ડાંગ: સુબિર તાલુકાના શબરી ધામ નજીક અચાનક ભેદી ધડાકો થતા અફરાતફરી મચી જવા પામી હતી. પૂર્ણા નદીના કિનારા નજીક બપોર બાદ અચાનક જ ધડાકો થયો હતો. આ ધડાકાને લીધે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.જો કે આ ધડાકાના લીધે કોઈ જાનહાનિ થઇ નથી.

   મળતી વિગતો પ્રમાણે સુબિર તાલુકાના શબરી ધામમાં આવેલ પ્રવાસન નિગમે બનાવેલા પંપા સરોવર પાસે રહસ્યમય ધડાકો થવાની ઘટના બની. આ વિસ્તારમાં આવેલ પૂર્ણાં નદીની નજીક અચાનક જ ભેદી ધડાતો સાંભળતા જ ભારે ઉત્તેજનાપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

   સુબિર વિસ્તારમાં નદીની આપસાસ પશુચાલકે આ ધડાકો સાંભળ્યો અને નદીના પરિસરમાં ઘડાકાભેર પત્થરો ઉડ્યા, આ અવાજ જોતા જ ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારબાદ આ જાણ ગ્રામજનોને થતા જ તંત્રને જાણ કરવામાં આવી હતી, તંત્રએ આ ઘટનામાં કોઇપણ બેદરકારી રાખી નહીં અને તાત્કાલિક ઘટના સ્થળે ડાંગ જિલ્લાના કલેક્ટર ટી.કે.દામોર પહોંચી ગયા અને તપાસના આદેશ આપ્યા હતા

(5:24 pm IST)