Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

દેવગઢબારીયા નગરપાલિકામાં સતા પલટો :કોંગ્રેસના શાસનનો અંત:ભાજપનો પાલિકમાં કબ્જો

 

દેવગઢબારીયા નગરપાલિકામાં સતા પલટો થયો છે અને કોંગ્રેસના શાસનનો અંત આવ્યો છે માત્ર ત્રણ મહીનામાં પ્રમુખ સામે કોંગ્રેસના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ભાજપે સત્તા પર કબજો મેળવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 વર્ષ બાદ દેવગઢ બારીયા નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી હતી.જેનો અંત આવ્યો હતો 

  નગરપાલિકાની કુલ 24 બેઠકો પૈકી કોંગ્રેસે 13 અને ભાજપે 11 બેઠકો મેળવી હતી. બારીયા નગરપાલિકામાં પ્રમુખપદે મદીનાબેન આર. ભીખાની સર્વાનુમતે વરણી થઇ હતી. જોકે કેટલાક સભ્યો પ્રમુખની કામગીરીથી નારાજ હતા. પરિણામે કોંગ્રેસના કુલ 7 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

  દરમિયાન ભાજપના સ્થાનિક નેતાઓએ સમય દરમ્યાન રાજકીય સોગઠાં ગોઠવી લીધા હતા. અવિશ્વાસની દરખાસ્ત માટેની બેઠક નગરપાલિકામાં યોજાઇ હતી. જેમાં તમામ નગરસેવકો હાજર રહ્યા હતા. બેઠકમાં કોંગ્રેસના કુલ 7 સભ્યોએ ભાજપને ટેકો જાહેર કરતા કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી ગઇ હતી.

(10:34 pm IST)