Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વઘઇથી આહવા રોડ પર નડગખાડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત;બાઈક ચાલકનું મોત : ટોળાએ કારમાં તોડફોડ કરી

ડાંગના વઘઇથી આહવા રોડ ઉપર નડગખાડી ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ પહોંચી તે પહેલા ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

(10:25 pm IST)