Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પાદરા-જાંબુસર હાઇવે પર પોલીસે પીછો કરતા ભાગેલી ટવેરા પલ્ટી ખાઈ ગઈ : દારૂનો જથ્થો ઝડપાયો : કારચાલકની શોધખોળ

વડોદરા :પાદરા - જંબુસર હાઈવે ઉપરથી તવેરા કારમાં દારૂની ખેપ મારવામાં આવી રહી હોવાની લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમને બાતમી મળતા તવેરા કારનો પીછો કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહેલી તવેરા કારના ચાલકે પોલીસને જોઈને પુરપાટ ઝડપે કાર હંકારી મુકી હતી.દરમિયાન પાદરાના કલ્યાણકૂઈ ગામ પાસે પહોંચતાં જ કાર ચાલકનો સ્ટિયરિંગ ઉપરનો કાબુ ન રહેતાં નાળા ઉપરથી પલટી ખાઈ ગઈ હતી.કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસની ટીમે પલટી મારી ગયેલી કારમાં તપાસ કરતાં તેમાંથી અંદાજે રૂપિયા 81 હજારની કિંમતની બિયરની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 3 લાખની કિંમતની તવેરા કાર અને દારૂનો જથ્થો કબજે કરી વડુ પોલીસ મથકે લઈ જઈને ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે

(9:00 pm IST)