Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વડોદરામાં પ્રતિબંધ બાદ ઠેર ઠેર ચેકીંગ : પ્લાસ્ટિકનો 1 હજાર કિલો જથ્થાનો નાશ

વડોદરા મહાનગરપાલિકાની ટીમેપ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં પણ દરોડા પાડ્યાં હતાં. નાગરવાડા વિસ્તારમાં અંદાજે 15 જેટલાં સ્થળોએ પર ચેકિંગ હાથ ધર્યું હતું.

  તપાસમાં તેઓએ બેગ, ગ્લાસ, પાણીનાં પાઉચ સહીતનો પ્લાસ્ટીકનો અનેક મુદ્દામાલ કબ્જે કરીને 1 હજાર કિલો જેટલો જથ્થો નાશ કર્યો હતો  ઉપરાંત રાવપુરા, કોઠી અને નાગરવાડા વિસ્તારમાં પણ મહાનગરપાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીને લઇને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ રાખનાર વેપારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.

(8:58 pm IST)