Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

અમદાવાદના દેત્રોજ તાલુકાના દેકાવાડા ગામમાં ઠાકોર યુવકે રોયલ ક્ષત્રિય લખતા કેટલાક યુવકોઅે અત્યાચાર ગુજાર્યોઃ માફી મંગાવી

અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના દેત્રોજના દેકાવાડા ગામમાં ઠાકોર યુવકે રોયલ ક્ષત્રિય લખતા વિવાદ વકર્યો છે. મામલો એટલો ગરમાઈ ગયો કે નામ લખ્યા બાદ આ યુવકને માફી માગવા માટે મજબૂર કરાયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસથી આ વિવાદ ચાલતો હતો. જોકે, આજે મંગળવારે કેટલાક યુવકોએ આ ઠાકોર યુવકને ધાકધમકી આપી હતી. અને એ હદ સુધી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો કેતેને માફી માંગવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે, દેત્રોજની આ ઘટના ગુજરાતની પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની છે. જેમાં બનાસકાંઠાના પાલનપુરના બહુચરગઢમાં એક યુવકને નામ પાછળ સિંહ લખવા બદલ મૂછો મુંડાવવાની ફરજ પાડવા આવી હતી. આ મામલે પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા યુવકોમાંથી બે જેટલા યુવકો ઠાકોર સમાજના જ હોવાનું સામે આવ્યું છે. ગત મંગળવારે આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. બુધવારે પાલનપુર પોલીસે આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરી હતી.

(7:18 pm IST)