Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સુરતના ડિંડોલીમાં ઓવરબ્રિજ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ચાલકનું ગળું કપાઈ જતા કમકમાટી ભર્યું મોત

સુરતઃ ડિંડોલીમાં આવેલા ઓવરબ્રિજ પર એક વિચિત્ર એક્સિડન્ટ થયું હતું. બાઈક ચાલકનું ગળું કપાઈ જતા મોત નિપજ્યું હતું. જ્યારે યુવાનની લાશ બાઈકથી 200 મીટર દૂર મળી આવી હતી. જેથી એક્સિડન્ટ બાદ 200 મીટર સુધી ઘસડાયો હોવાનું અનુમાન છે.

ડિંડોલીમાં વિનયસિંગ રાજપૂત(..38) પરિવાર સાથે રહેતો હતો. અને સુધા ડાઈંગ મીલમાં કોન્ટ્રેક ચલાવતો હતો. ગત રોજ રાત્રે ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પરથી પસાર થતો હતો. દરમિયાન એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં તેનું ગળું કપાઈ ગયું હતું. અને બાઈકથી 200 મીટર દૂર ઘસડાઈને પડ્યો હતો. જેથી યુવાનની હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, પોલીસ એક્સિડન્ટ મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:15 pm IST)