Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વડોદરાના છાણી રોડ પર સાથી કર્મચારી સાથે મળી લોકોને ત્રણ ગણા વળતરની લાલચ આપી 6.50 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના છાણી રોડ પર રહેતા રેડીમેડ ગારમેન્ટ્સના વેપારીને તેના પિતરાઈભાઈ અને તેના સાથીકર્મચારીઓએ ભેગા મળીને તેઓની ક્યુનેટ કંપનીમાં રોકાણ કરી ત્રણ ગણુ વળતર મેળવવાની લાલચ આપીને રોકાણ અને અન્ય ખર્ચ સહિત ૬.૫૦ લાખ રૃપિયાની ઠગાઈ કરી હતી. છાણીરોડ પર શિવમ સોસાયટીમાં રહેતા કેતનભાઈ દિનેશભાઈ ચાવડા છાણીજકાતનાકા પાસે અક્ષરધામ શોપિંગ સેન્ટરમાં લેડીઝ ગારમેન્ટ્સનો વેપાર કરે છે. તેમના મોટાકાકાના પુત્ર ભૃગેશ રમેશ ચાવડા જે ત્રણ વર્ષથીબેંગ્લોરમાં રહે છે અને આઈટી કંપનીમાં નોકરી કરે છે તેણે ૨૦૧૭માં ફોન કરીને તારે કોઈ નવો બિઝનેશ કરવો છે તેમ પુછી બહુ સારો બિઝનેશ છે તેમ કહી બીજાદિવસે તેના સિનિયર રિયાઝ શેખ સાથે ફોન પર વાત કરાવી હતી. ત્યારબાદ ભૃગેશે અંદાજે પાંચ વર્ષમાં પાંચ કરોડનો પ્રોફીટ થાય છે તેમ કહી કેતનભાઈને અઢીથી બાર લાખ સુધી રોકાણ કરી દસથી પંદર ટકા કમિશન મળશે અને ત્યારબાદ તેને પણ બિઝનેશમાં પાર્ટનર બનાવીશું તેમ જણાવતા કેતનભાઈએ અઢી લાખ તેને આપ્યા હતા.

(6:14 pm IST)