Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વાસદ નેશનલ હાઇવે નજીક બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરનાર બેની ધરપકડ

વાસદ:નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા વાસદ પાસેથી ગઈકાલે સાંજના સુમારે બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરતા કાકી-ભત્રીજો ઝડપાઈ જતાં આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, વાસદ પાસે બાઈક પર દેશી દારૂની હેરાફેરી થવાની છે જેથી પોલીસ જવાનો વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક બાઈક સવાર પાછળ મહિલાને બેસાડીને થેલો લઈને આવી ચઢતા પોલીસે તેમને શંકાના આધારે અટકાવીને તલાશી લેતા અંદરથી ૪૬ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત ૯૨૦ રૂપિયા જેટલી થવા જાય છે.

પોલીસે પકડાયેલા બન્નેની પુછપરછ કરતાં તેઓ ભેટાસી ગામે રહેતા મેહુલ નટુભાઈ માળી તથા ભાવનાબેન ઈશ્વરભાઈ માળી હોવાનું ખુલવા પામ્યું હતુ. બન્ને જણાં વડોદરા દેશી દારૂની ડીલીવરી આપવા જતા હોવાની કબુલાત કરી હતી.

(6:11 pm IST)