Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

અમદાવાદ કલેકટર કચેરી નો પ્‍લાસ્ટિક ઝોન બનશેઃ કલેકટર ડો. વિક્રાંત પાંડેની જાહેરાત

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે, પ્લાસ્ટિકના વપરાશના મર્યાદિત ઉપયોગ અંગે જન જાગૃતિ કેળવાય તે માટે રાજ્યભરમાં અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી પણ “નો પ્લાસ્ટિક ઝોન” બનશે તેવી જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડેની જાહેરાતને મુખ્ય મંત્રીશ્રીએ આવકારી હતી.

રાજ્યભરમાં આજથી શરુ થયેલા “પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન” અંતર્ગત અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ સ્તુત્ય નિર્ણયની પ્રશંસા કરી મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  અમદાવાદ કલેકટર કચેરીને “નો પ્લાસ્ટિક ઝોન” બનાવવાનો નિર્ણય અત્યંત આવકાર્ય અને અન્યને પ્રેરણા પુરી પાડનારો બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો  હતો.

(4:58 pm IST)