Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જો થઈ છે...મોટા ભાગના આઈપીએસ મુકત થતા જાય છે ત્યારે વિપુલ અગ્રવાલ સામે બીનજામીન લાયક વોરંટની ચિમકીથી ચકચાર

મુંબઈની સીબીઆઈ અદાલત દ્વારા વારંવાર ગેરહાજર રહેતા ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીને ચેતવણી

રાજકોટ, તા. ૬ :. મુંબઈની ખાસ સીબીઆઈ કોર્ટમાં સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટરના કેસની સુનાવણી દરમિયાન નવો વળાંક આવ્યો છે અને ગુજરાતના એડીશ્નલ પોલીસ કમિશ્નર કક્ષાના આઈપીએસ વિપુલ જોષીને તેઓ કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેતા હોવાનું કારણ દર્શાવી બીનજામીન પાત્ર વોરંટ કાઢવાની ચેતવણી આપતા જ ગુજરાતના પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

અત્રે યાદ રહે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તુલસીરામ પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટરની કેસની સુનાવણી પણ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર સાથોસાથ ચાલી રહી છે. અન્ય અધિકારીઓએ પોતાને કોર્ટમાં ડીસ્ચાર્જ કરવા માંગણી કરી અને ઘણા બધા આઈપીએસઓ તેમાથી સાંગોપાંગ બહાર આવી ગયા પરંતુ વિપુલ અગ્રવાલ પ્રથમથી જ પોતે આ મામલામાં નિર્દોષ હોવાનું સમજતા હોવાથી તેઓ આ મામલાથી માનભેર મુકત થશે તેવુ માની રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે, તુલસીરામ પ્રજાપતિ હત્યાનું (એન્કાઉન્ટર) મામલે શરૂઆતમાં તો વિપુલ અગ્રવાલ કે જેઓ રાજ્ય પોલીસ તંત્રમાં એક સજ્જન અને ખાનદાન અધિકારીની છાપ ધરાવે છે. તેઓએ પોતાને આ મામલાથી દૂર રાખવા પ્રયાસ કરેલો પરંતુ એક સિનીયર કક્ષાના અધિકારી દ્વારા થયેલી કાર્યવાહી સમયે તેઓ મૌન રહેતા તેઓને આ કિંમત ચૂકવવી પડતી હોવાનું પણ ટોચના સૂત્રો જણાવે છે.

(3:58 pm IST)