Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મેટ્રો ટ્રેન માટે અમદાવાદમાં અન્ડરગ્રાઉન્ડ 6.40 કિલોમીટર લાંબી ટનલ બનશે

જર્મનીથી બોરિંગ મશીનો મંગાવવાયા : ટનલને જમીનની 17થી 18 મીટર નીચે બનાવાશે

અમદાવાદ :અમદાવાદમાં મેટ્રો ટ્રેનના વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં એપેરલ પાર્કથી શાહપુર સુધી લગભગ 6.40 કિલોમીટર લાંબી ટનલ બનશે. જેના માટે જર્મનીથી બોરિંગ મશીનો મંગાવવામાં આવ્યા છે. હાલ એપેરેલ પાર્ક ખાતે 125 મીટર લાંબી ટનલ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. આ ટનલને જમીનની 17થી 18 મીટર નીચે બનાવામાં આવી રહી છે. 2019 સુધી કાર્ય પૂર્ણ થઈ જશે.

(1:12 pm IST)