Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વહેલી સવારે અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ : ત્રણ ફાયર ફાયટર દોડ્યા

અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં આવેલી મોડર્ન પોલીટેક્સ કમ્પનીમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. જેના પગલે કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ફાયર વિભાગને જાણ કરાતાં સ્થળ ઉપર દોડી આવેલા 3 ફાયર ફાઈટરોએ કાબુ મેળવ્યો હતો.પ્રાથમિક તબક્કે કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આગમાં લાખોનું નુકસાન થયાનો અંદાજ કંપની સંચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

(1:01 pm IST)