Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

નવસારી-તાપીમાં ગાજવીજ વરસાદ :વીજપુરવઠો ખોરવાયો : નિઝરમાં દોઢ ઈંચ: ખેરગામમાં 1 ઇંચ વરસાદ

નવસારી તથા તાપીમાં આજે વહેલી સવારથી જ ગાજ-વીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. જોકે નવસારી સહિતના શહેરોમાં વીજપુરવઠો ખોરવાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નિઝરમાં દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો છે જયારે ખેરગામમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો અન્યત્ર પણ અડધા ઈંચ જેવો વરસાદ થયો છે

વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં રાહત ફેલાઈ છે જોકે  નવસારી, ચીખલી, ખેરગામ, ગણદેવીમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

(12:49 pm IST)