Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

અમદાવાદમાં GSTના દરોડા : ૩ કરોડના પાન-મસાલા જપ્ત

એક ઇ-વે બિલ પર બે વખત માલ લવાતો હતોઃ બે માસમાં ૬૩૦ વાહન ડિટેઇન, ૯ કરોડની વસૂલ્યા

અમદાવાદ તા. ૬ : સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્કવોડે અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારના જિનિંગ મિલ કમ્પાઉન્ડમાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ૧૧ વાહનની તપાસ કરતા ઇ-વે બિલની વિસંગતતાઓ તથા એક ઇ-વે બિલ ઉપર બે વખત માલ લાવતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં રૂ. ૧.૪૧ કરોડની વસૂલાત અને રૂ. ૩ કરોડનો પાન મસાલા, જપ્ત કરવામાં આવ્યા છે.

જિનિંગ મિલ કમ્પાઉન્ડમાં સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા વાહનોની તપાસમાં પાન-મસાલા, તમાકુ, સિગારેટ, એલઇડી ટીવી, એસી તથા અન્ય માલસામાન મળી આવ્યા હતા. વાહનો પાસેથી રૂ. ૬૮.૩૧ લાખની વસૂલાત કરવામાં આવી હતી. જિનિંગ મિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં કુલ ૨૯ ગોડાઉનોમાં ચકાસણી કરીને ૭૩.૬૮ લાખની વસૂલાત કરાઈ હતી. જેમાં પાન-મસાલાના ૪૧૫ અને તમાકુના ૨૨૩ બોરા, ૯૬ એલઇડી ટીવી, ૩૦ એસી, ૧૦ કાર્ટૂન સિગારેટના, ઓટો પાર્ટ્સ, રેડિમેડ ગાર્મેન્ટસ, ફૂટવેર વગેરે મળી કુલ રૂ. ૧.૭૫ કરોડનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.

(12:42 pm IST)