Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઇ-વે બિલ મામલે દેશમાં ગુજરાતે વગાડયો ડંકો

ઇન્ટર અને ઇન્ટ્રાસ્ટેટ ઇ-વે બિલમાં દેશમાં પ્રથમઃ ૧.૦૩ કરોડ ઇ-વે બિલ બન્યાઃ ગુજરાતમાં સોૈથી વધુ મેન્યુફેકચરીંગ યુનિટો હોવાથી ઇ-વે બિલમાં રહયું અગ્રેસર

નવી દિલ્હી, તા. ૬ : રાજય વાણીજય ટેક્ષ વિભાગના આંકડા અનુસાર ૧ એપ્રિલથી ૪ જુન વચ્ચે ઇન્ટરસ્ટેટ અને ઇન્ટ્રાસ્ટેટ ગુડઝ હરેફરના ૧.૦૩ કરોડ ઇ.વે. બીલ ગુજરાતમાં બન્યા છે જે દેશમાં સૌથી વધારે છે. ટેક્ષ ડીપાર્ટમેન્ટ અનુસાર ગુજરાતમાં વધારે ઉત્પાદન એકમો હોવાને લીધે આ શકય બન્યું છે. ગુજરાત પછી મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હરીયાણાનો ક્રમ આવે છે.

૧ એપ્રિલથી ઇ.વે. બીલ પ્રથા અમલમાં આવી છે. જેમાં પ૦૦૦૦થી વધુ કિંમતના કોઇપણ સામાનને એક રાજયથી બીજા રાજયમાં હેરફેર કરવા માટે ધંધાર્થી અને ટ્રાન્સ્પોર્ટરે ઇ.વે. બીલ બનાવવું જ પડશે. રાજયની અંદર હેરફેર માટે ૧૯ વસ્તુઓઆમાં સામેલ કરાઇ છે.

રાજયના વાણીજય ટેક્ષ કમિશ્નરશ્રી પી.ડી. વાઘેલાએ કહ્યું કે ગુજરાત ઘણા બધા ઉત્પાદન એકમો આવેલા છે તેના કાચા માલ તથા ઉત્પાદીત થયેલ માલની હેરફેરના લીધે અહીંયા ઇ.વે. બીલ વધારે બને છે.

કાયદાના અમલીકરણ માટે અમે ૩૯ સ્કવોડ બનાવી છે જે રાજયભરમાં અચાનક ચેકીંગ કરીને ઇ-વે બીલનું ચેકીંગ કરે છે. દેશભરના ઇ.વે. બીલના ર૦% ઇ.વે. બીલ ગુજરાતમાં બન્યા હતાં તેમ તેમણે જણાવ્યું હતું.

ટેક્ષ વિભાગના બીજા એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે વેટના અમલીકરણમાં પણ આ પ્રકારની જ પ્રથા અમલમાં હતી ત્યારે ફોર્મ ૪૦ર/૪૦૩ ભરવામાં આવતું હતું.

અમે આના સરળ અમલીકરણ માટે ઉત્પાદન એકમોમાં જાગૃતિ લાવવા માટે તેમની સાથે કાર્યક્રમો કરીએ છીએ.

(11:55 am IST)